ધૂન લાગી - 37

  • 2.5k
  • 1.3k

કરણની આંખોમાંથી સતત આંસું વહી રહ્યાં હતાં. તે અંજલીને ભેટીને રડી રહ્યો હતો. અંજલી તેને સંભાળવાની કોશિશ કરી રહી હતી. "તને ખબર છે, અંજલી? 10 વર્ષ પહેલાં જ્યારે મારાં મોમનું મૃત્યુ થયું હતું, તે પછીથી શર્મિલા મોમએ જ મને ઉછેર્યો છે. તેમણે ક્યારેય મને મોમની ખોટ પાડવાં દીધી નથી. આજે જ્યારે તેમને મારી જરૂર છે, ત્યારે હું તેમનાં માટે કશું કરી શકું તેમ નથી" કરણે કહ્યું. "તું શાંત થઈ જા, કરણ! મમ્મી જલ્દીથી સ્વસ્થ થઈ જશે." અંજલીએ કરણને સાંત્વના આપતાં કહ્યું. "પણ મને એક વાત ન સમજાઈ! કૃણાલ અને અનન્યા ગાડીની આગળની સીટમાં બેઠાં હતાં અને મોમ-ડેડ પાછળની સીટમાં બેઠાં