ધૂન લાગી - 24

  • 2k
  • 1.3k

હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઈને અપ્પાને આશ્રમમાં લાવવામાં આવ્યાં હતાં. અમ્મા તેમની પાસે રૂમમાં હતાં. અંજલી તૈયાર થઈ રહી હતી, તૈયાર થઈને તે અમ્મા-અપ્પા પાસે ગઈ. "અપ્પા! તમારી તબિયત સારી છે ને?" અંજલીએ પૂછ્યું. "હવે સારું છે." અપ્પાએ કહ્યું. "હું એક કામથી બહાર જાઉં છું. થોડીવારમાં આવી જઈશ. અનન્યા અહીંયા જ છે, કંઈ કામ હોય તો તેને બોલાવી લેજો." "હા, ઠીક છે. ધ્યાનથી જજે." "Ok. વડક્કમ્!" આમ કહીને અંજલી ત્યાંથી નીકળી ગઈ. દરિયાકિનારે અંજલીએ જે રીતે કહ્યું હતું, તેમ અનન્યાએ બધી તૈયારીઓ કરી દીધી હતી. હોડીને ગઈકાલની જેમ જ સજાવવામાં આવી હતી. અંજલી પણ ગઈકાલની જેમ જ તૈયાર થઈ હતી. અંજલી હાથમાં