ધૂન લાગી - 23

  • 2.3k
  • 1.4k

"અંજલી! તું ચિંતા ન કરતી. અપ્પા જલ્દીથી સ્વસ્થ થઈ જશે." કરણે અંજલીની બાજુમાં બેસીને કહ્યું. અંજલી કરણને ભેટીને રડવા લાગી. અંજલીને રડતી જોઈને કરણ પણ ભાવુક થઈ ગયો. "અંજલી! તારે હિંમત રાખવી પડશે. તારે જ તો અમ્મા-અપ્પાને સંભાળવાનાં છે." કરણે કહ્યું. થોડીવાર પછી અંજલી શાંત થઈ ગઈ અને બોલી "તને ખબર છે કરણ! આજથી 10 વર્ષ પહેલાં, જ્યારે હું 11 વર્ષની હતી અને અનુ 7 વર્ષની હતી, ત્યારે મારાં પપ્પાની કોઈ હત્યા કરી નાખી હતી. મારાં મમ્મી આ અનાથાશ્રમ સાથે જોડાયેલાં હતાં અને મુંબઈમાં રહીને અહીંયા માટે મદદ મોકલતાં હતાં. મારાં પપ્પાનાં મૃત્યુ બાદ મારાં મમ્મી અમને લઈને અહીં આવી