ધૂન લાગી - 21

  • 4.9k
  • 3.9k

આકાશને કેસરિયા રંગની ભેટ આપીને, સૂર્ય વિદાય લઇ રહ્યો હતો. દરિયાનું નીલું પાણી અને આકાશનાં કેસરિયા રંગનું મિલન થઈ રહ્યું હતું. દરિયાકિનારે બહુ વધારે ભીડ ન હતી. અંજલી અનન્યાની સાથે દરિયાકિનારાની રેતીમાં ચાલી રહી હતી. "અનુ! તું મને દરિયા પાસે કેમ લઈ આવી છે? અહીં શું સરપ્રાઈઝ છે?" અંજલીએ પૂછ્યું. "અક્કા! તમે બસ મારી સાથે ચાલ્યાં કરો. થોડીવારમાં તમને સરપ્રાઈઝ મળી જશે." અનન્યાએ કહ્યું. અનન્યા અંજલીને એક હોડી પાસે લઈ ગઈ. લાકડાંની બનેલી હોળીમાં વચ્ચે, સામે-સામે બે સીટ હતી. જેનાં પર લાલ રંગનાં વેલ્વેટનું કવર લગાવેલું હતું. બંને સીટોની પાછળ હોડીનાં અંત સુધી લાલ અને ગુલાબી રંગનાં ફૂલો રાખવામાં આવ્યાં