અનન્યા અને તેની સાથે રહેલાં વ્યક્તિને જોઈને, કરણ અને અંજલી આશ્ચર્ય પામી ગયાં. "કૃણાલ! તું અહીંયા અનન્યા સાથે શું કરે છે અને એ પણ આટલી રાત્રે?" કરણે પૂછ્યું. "ભાઈ! આ તો હું બજારમાંથી પાછો આવી રહ્યો હતો અને મેં અનન્યાને અહીંયા જોઈ, એટલે હું તેને સાથે લઈ જવાં આવી ગયો." કૃણાલે કહ્યું. "અમે પણ બજારમાંથી જ આવી રહ્યાં છીએ. અમને તો તમે ક્યાંય ન દેખાયાં." અંજલીએ કહ્યું. "એ તો... એ તો..." કૃણાલ અચકાતો બોલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. "ઓ... તો હવે સમજાયું. અનન્યા તું આખો દિવસ કોઈ વ્યક્તિ સાથે વાતો કરે છે અને તેનું નામ તારાં ફોનમાં K નામથી સેવ