પ્રેમનું રહસ્ય - 13

(36)
  • 3.9k
  • 2.4k

પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૩ અખિલ કોઇ જવાબ આપવાની સ્થિતિમાં ન હતો. તે સારિકાની સામે બેઠો હતો પણ મન ત્યાં ન હતું. એ વિચારોમાં ગરકાવ થઇ રહ્યો હતો. પોતે સારિકાને થોડા દિવસ પહેલાં જ મળ્યો હોવા છતાં અગાઉથી ઓળખતી હોય એમ વાત કરી રહી છે. એ મને ઓળખતી હશે એટલે જ મિત્રતા વધારી રહી હતી? અગાઉ હું એની સાથે હર્યોફર્યો નથી. એને હજુ નામ અને કામ સિવાય કોઇ રીતે ઓળખતો નથી. એની પાસે ખુલાસો માગવો જ પડશે. હું કયાંક ભેરવાઇ રહ્યો નથી ને? હવે એના મોહપાશમાંથી મનને છોડાવવું પડશે. એ વધારે આગળ વધે એ પહેલાં મારે સંયમથી કામ લેવું પડશે. અખિલે જાતને