વિરાટ દીવાલની બીજી તરફ ગયો એને બે દિવસ થઈ ગયા હતા. એ હવે કારુની દુનિયામા હતો. પદ્મા એક પળ પણ તેના વિશે વિચાર્યા વગર રહી શકતી નહોતી. વિરાટ ગયાની પહેલી રાતે પદ્માએ એને સફેદ દેવદત્ત પર સવાર થઈ કારુ સામે જંગે ચડતો જોયો હતો અને એ સપનામાં એને મરતો પણ જોયો હતો. આજે બીજી રાત હતી અને પદ્માની આંખો મિચવાની હિંમત નહોતી થતી. કદાચ ફરી કોઈ ખરાબ સ્વપ્ન...? એ સ્વપ્નમાં પણ વિરાટને કશું થાય એ સહન કરવા તૈયાર નહોતી. એ રાતે એના મનમાં વિચારોના વમળ ઉમટ્યા હતા. સાંજથી જ એ ઉદાસીમાં ડૂબી ગઈ હતી. કંઈક