સવારે મનનને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો. કોર્ટમાં મનને પોતાનો ગુનો કબુલી લીધો ઉપરાંત સ્કેમ કેવી રીતે આચરવામાં આવ્યું, તે વિષે કોર્ટને માહિતી આપી. પારસ પણ કોર્ટમાં હાજર હતો, તેને મનનના આ પગલાથી થોડું આશ્ચર્ય થયું પણ તે ખુશ હતો કારણ મનનની જુબાનીથી ઘણાબધા મોટા માથા કાયદાના સકંજામાં આવવાના હતા, તે ઉપરાંત મનને પોલીસને સહકાર્ય કરવાની ખાતરી આપી. જજે આ ફાયનાન્શીયલ ક્રાઇમની વધુ તપાસ કરી, તેમાં સંડોવાયેલા બધાને ઈવિડન્સ સાથે અરેસ્ટ કરવાનો આદેશ આપ્યો અને સાથે જ મનનને ૩૦ લાખનો દંડ કરવામાં આવ્યો, પણ પોલીસને તપાસ કાર્યમાં સહકારની ખાતરી સાથે તેની જેલની સજા માફ કરવામાં આવી. કોર્ટમાં ઘણા બધા લોકોને તે