'ડ્રાઈવિંગ સ્કૂલ?' રઘુ મનમાં બોલ્યો.રઘુ બિચારો બાઘાની જેમ આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. જે માણસે તેની જીંદગીમાં કોઈની માફી નહોતી માંગી આજે એ માણસ પોતાની કોઈ ભૂલ વગર આ છોકરીની માફી માંગી રહ્યો હતો.'ગુડ.. ' ગઝલ એટિટ્યુડથી બોલી. 'તમારુ નામ?' પેલો બોલ્યો.'સ્ટ્રેંજર્સને અમે નામ નથી કહેતા.' ગઝલએ એક હાથે ઝટકાથી પોતાના વાળ પાછળ ધકેલ્યા અને ગાડીમાં બેસીને નીકળી ગઈ.**પ્રણય પરિણય ભાગ ૨એ બંનેના જતાં જ રઘુએ આંખો જીણી કરીને તેની સામે જોયું.'વ્હોટ..? બધી ભૂલ તારી જ હતી, કાલ ને કાલ ડ્રાઇવિંગ સ્કૂલ જોઈન કર અને સરખી રીતે ગાડી ચલાવતા શીખ..' તે એકદમ નિર્લેપ ચહેરે બોલ્યો.'ભાઇ સાહેબ હવે આ જરા વધારે