સતરંગી

  • 3.5k
  • 1.3k

શિયાળાની સવારનો તડકો શાળાના એક વર્ગખંડની બારીમાંથી ડોકિયાં કરી રહ્યો હતો. વિદ્યાર્થીઓ સાહેબના આવવાની રાહ જોઈને બેઠા હતા. પાછલી બેન્ચવાળાં કેટલાંક બાળકો પોતાની મસ્તીમાં મસ્ત હતાં અને કેટલાંક રોજની જેમ અંદરોઅંદર ઝઘડતાં હતાં. એટલામાં વર્ગ શિક્ષક મોહનભાઈ માસ્તર વર્ગમાં પ્રવેશ્યાં. સાહેબના પ્રવેશતાં જ આખો વર્ગ એકદમ શાંત થઈ ગયો. બધાંએ ઊભા થઈને સાહેબનું અભિવાદન કર્યું. મોહનભાઈ માસ્તર વિજ્ઞાન શિક્ષક હતાં પણ શિક્ષણ આપવાની સાથે સાથે બાળકોને વ્યવહારિક જ્ઞાન પણ પીરસતાં હતા. એમના મુખેથી સદાય જ્ઞાનની રસધારા વહેતી રહેતી અને બાળકો એમાં તરબોળ થતાં રહેતાં. એમની ભણાવવાની રીત ખૂબ અનોખી હતી. તેઓ પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં વધુ વિશ્વાસ રાખતા. એટલે જ તેઓ