ચોર અને ચકોરી - 52

  • 2.1k
  • 858

(કેશવ બાપુના ચરણસ્પર્શ કરી પોતાના પાપોનુ પ્રાયશ્ચિત કરવા સીતાપુર જવા રવાના થયો.) હવે આગળ વાંચો.. માસીએ જ્યારે કહ્યુ કે.ચકોરી સીતાપુર એના બાપુના ભાઈબંધ કિશોર પૂજારીના ધરે હોવી જોઈએ. ત્યારે અંબાલાલ પોતાના માણસો સાથે સીતાપુર જવા તૈયાર થયો. અંબાલાલશેઠ.એના ચાર અલમસ્ત સેવકો સાથે સીતાપુર પહોંચ્યો. સીતાપુર ગામમાં દાખલ થતા જ સૌથી પહેલા રહેમાનનુ ગેરેજ એમને દેખાયુ. ગેરેજ પાસે ગાડી ઉભી રાખીને મેઘલાએ મોટરની બારીમાથી હાંક મારી. "એય જુવાન.પૂજારીનું ઘર કઈ તરફ આવેલું છે.?" ઇકો ગાડીનું બોનેટ ખોલીને એમાં શું ખરાબી છે એ રહેમાન શોધી રહ્યો હતો. ત્યાં એના કાને મેઘલાનો પ્રશ્ન ટકરાયો. એણે બોનેટમાંથી માથું ઊંચું કર્યું અને મેઘલા તરફ જોઈને