દશાવતાર - પ્રકરણ 42

(73)
  • 3.6k
  • 1.9k

          વિરાટ બીજીવાર હોશમાં આવ્યો ત્યારે સૂરજ એ શાપિત શહેર પાછળના પહાડો વચ્ચે ચમકતો હતો. એના કિરણોને લીધે પહાડોની કિનાર પર સોનેરી રેખાઓ દેખાતા જાણે એ પહાડો સોનાના બનેલા હોય એવો આભાસ થતો હતો. પ્રલય પહેલાના લોકોએ એટલે જ એ પહાડીનું નામ ‘સોનેરી પહાડ’ રાખ્યું હતું.           વિરાટ ભોયરાના એક કમરામાં હતો. એણે આંખો ખોલી પણ આસપાસ કોઈ નહોતું. એ એકલો હતો. એની આંખો રૂમનું અવલોકન કરવા લાગી. એ પહેલા જાગ્યો ત્યારે જે રૂમમાં હતો એ રૂમને બદલે હવે એ બીજી રૂમમાં હતો. એણે બેભાન અવસ્થામાં જ બીજી રૂમમાં ખસેડવામાં આવ્યો હતો.