ચોર અને ચકોરી - 51

  • 2.5k
  • 1
  • 932

(કેશવ તારી અગ્નિપરીક્ષા છે. બાપુએ કહ્યું.) હવે આગળ વાંચો... સોમનાથ અને મંદા સીતાપુર આવી ગયા હતા.અને રમેશે આપેલા ઓરડામાં જીગ્નેશ ની સાથે રહેતા હતા. જીગ્નેશ અને સોમનાથ સવારે નાસ્તો પાણી કરીને રમેશ ની વાડીએ જતા રહેતા.અને રમેશની વાડીમાં કામ કરતા. રમેશમા ઘણો સુધારો આવી ગયો હતો એનામા જે તુમાખી અને અક્કડપણું હતું એને એણે તિલાંજલી આપી દીધી હતી.અને બધા સાથે એ મીઠાશ અને પ્રેમથી વર્તતો હતો.ગામના લોકો રમેશ માં આવેલા આ પરિવર્તનથી ઘણા જ ખુશ હતા. રમેશ ની દીકરી પૂર્વી.જીગ્નેશની હેવાઈ થઈ ગઈ હતી.નિશાળેથી આવીને એ જીગ્નેશ પાસે આવી જતી. અને સાંજ સુધી જીગ્નેશ ની સાથે રમ્યા કરતી.અને જીગ્નેશને પોતાના