સ્વર્ગની મુલાકાત - 1

  • 3.1k
  • 1.3k

પ્રકરણ : ૦૧ - ગુલમર્ગ તરફસર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરાશ્રીનગરનાં ઠંડાં, ઘેનભર્યાં વાતાવરણમાંયે સવારનાં પાંચ વાગ્યાનું એલાર્મ રણકી ઉઠતાં હેલી અને નિમય એક આંચકા સાથે જાગી ગયાં. અલબત્ત, આંચકો સુખદ જ હતો. ૭૦-૮૦નાં દશકની હિન્દી ફિલ્મોમાં માણેલાં એ બરફાચ્છાદિત પહાડો અને જીવંત બરફવર્ષામાં મોજ કરતાં રૂપકડાં ફિલ્મી કલાકારો, તે બેયને જીવનમાં ક્યારેક, પણ જરૂરથી, પૃથ્વીનાં અને ખાસ તો ભારતનાં સ્વર્ગ સમા કાશ્મીરની મુલાકાત લેવાં લલચાવતાં. આજે તેમની આ ઇચ્છા પૂરી થનાર હતી. હેલીએ નિમયને 'ગુડમોર્નિંગ' કહ્યું અને તેમની વચ્ચે સુતેલી દીકરી, રીયાનાં કપાળ ઉપર હેતથી હાથ ફેરવ્યો. નિમયે વળતું જવાબી સ્મિત આપ્યું અને રીયાએ ઓઢેલ બ્લેન્કેટ થોડો વ્યવસ્થિત કર્યો.