પ્રેમના અંકુર - ભાગ 4

  • 2.7k
  • 1.3k

બીજા દિવસે તરત જ તે કોલેજ જઈને સુકેશ પાસે ગયો. તેણે સુખેશને સમજાવ્યો કે તે આવું ના કરે તો સારું અને આશાને હેરાન કરવાનું બંધ કરે. આ સાંભળી સુકેશ અંકુશની મજાક ઉડાવવા લાગ્યો. આ બધું અંકુશથી સહન થયું નહી તેણે જોરથી સુકેશને મુક્કો માર્યો અને તેનો ફોન આંચકી દોડવા જ માંડ્યો. સુકેશના ફ્રેન્ડ તેની પાસળ દોડ્યાં પણ અંકુશ હાથમાં આવ્યો નહી.અંકુશએ આશા પાસે જઈને સુકેશનો ફોન આપી દીધો અને એકી શ્વાસે કહ્યું કે, "આમાં જે હોય તે ડિલીટ કરી નાખ પસી તને સુકેશ ક્યારેય હેરાન નહી કરે." અંકુશ થાકી ગયો હતો.આશા સ્તબ્ધ થઈ ગઈ કે અંકુશને આ વાતની કેમ ખબર