પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૨ અખિલે જોયું કે સારિકાએ પોતાની કારને એ જતો હતો અને અગાઉ સારિકા એને બેસાડીને લાવી હતી એના બદલે બીજા જ કોઇ રસ્તે લઇ જઇ રહી હતી. એણે રસ્તો ક્યાં જાય છે એ વિચારવાનું શરૂ કર્યું. સારિકાને હવે પૂછી લેવાની જરૂર હતી. એ ક્યાં અને શું કામ લઇ જઇ રહી છે એ જાણવું જરૂરી હતું. એણે આમતેમ નજર કરતાં પૂછ્યું:'સારિકા, આપણે કયા રસ્તે જઇ રહ્યા છે? મારે ઓફિસ જવાનું છે...' 'આ રસ્તે મારી કંપનીની ઓફિસ નજીક પડે છે. આજે તમને ઓફિસ બતાવી દઉં ને? અને ત્યાંથી તમારી ઓફિસના પેલા ચાર રસ્તા નજીક પડે છે...' સારિકાએ ખુલાસો કર્યો. અખિલને