શીર્ષક:- માનવ ડ્રેસ©લેખક:- કમલેશ જોષીમારા ભાણીયાએ પૂછ્યું : મામા કેજ્યુઅલ અને ફોર્મલ કપડા એટલે? મેં ગુગલ કરેલો જવાબ આપ્યો: જે રોજબરોજ પહેરવામાં આવે એ કપડા એટલે કેજ્યુઅલ અને કોઈ ખાસ પ્રસંગ, પાર્ટી વખતે સ્પેશીયલ પહેરવામાં આવે એ ફોર્મલ કપડા. એને થોડું ઘણું સમજાયું અને થોડું ઘણું ઉપરથી ગયું, પણ મને કપડા વિષે થોડા વિચારોએ ઘેરી લીધો. ડ્રેસિંગ સેન્સ પણ આજના જમનામાં એક ક્વોલીટી માનવામાં આવે છે. આપણા સમાજમાં કપડાનું-રંગોનું કેટલું બધું મહત્વ છે નહીં? લગ્ન જેવા શુભ પ્રસંગોમાં લાલ-લીલા-પીળા વસ્ત્રો પહેરી શોભતો વ્યક્તિ, સ્મશાનયાત્રા કે ઉઠમણાંમાં કેવો સફેદ શાંત રંગનાં સીધા સાદા વસ્ત્રો પહેરી બે હાથ જોડતો ઉભો હોય છે.