કનેક્શન-રૂહ સે રૂહ તક - 39

(11)
  • 2.5k
  • 1
  • 902

૩૯.પ્રેમનો અહેસાસ શિવને અપર્ણાનાં વિચારોએ ઘેરી લીધો હતો. એને રાત્રે ઉંઘ પણ નાં આવી. આખી રાત જાગવાની અસર હાલ શિવની આંખોમાં નજર આવી રહી હતી. એની આંખો લાલ થઈ ગઈ હતી. જેમાં કાલ રાતનો ઉજાગરો અને અપર્ણાથી અલગ થયાની તકલીફ સાફ જોઈ શકાતી હતી. જીંદગીના આટલાં વર્ષોમાં એ આજે પહેલીવાર ખુદને આટલો લાચાર મહેસુસ કરી રહ્યો હતો. એણે અપર્ણાને કોલ કરવાનો વિચાર કર્યો, અને કોલ કર્યો પણ ખરાં! પણ, એનો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો. શિવને તો એ પણ ખબર ન હતી, કે અપર્ણા મુંબઈમાં જ છે, અને એની સગાઈ પણ નક્કી થઈ ગઈ છે. "શિવ! નીચે આવીને નાસ્તો કરી