કનેક્શન-રૂહ સે રૂહ તક - 38

  • 2.6k
  • 914

૩૮.જુદાઈની વેળાં અપર્ણા બધી રીતે ફસાઈ ચૂકી હતી. હવે જગદીશભાઈ શું કરશે? એનાં વિશે કોઈને કંઈ જાણકારી ન હતી. જગદીશભાઈ બહાર હોલમાં બેઠાં હતાં. દશ વાગ્યે શાહ પરિવાર અપર્ણાનાં મુંબઈ વાળાં ફ્લેટ પર પહોંચી ગયો. જગદીશભાઈએ બધાંને આ રીતે અચાનક બોલાવ્યાં. એનાં લીધે બધાંનાં મનમાં ઘણાં સવાલો હતાં. પણ, કોઈની કંઈ પૂછવાની હિંમત ન હતી. ત્યાં જ અપર્ણા પોતાનાં રૂમમાંથી બહાર આવી. હોલમાં માધવીબેનને જોતાં જ એ એમને વળગીને રડવા લાગી. "બેટા! શું થયું છે? તું આમ કેમ રડે છે?" માધવીબેને પ્રેમથી અપર્ણાના માથાં પર હાથ ફેરવીને પૂછ્યું. માધવીબેનનો સવાલ સાંભળીને અપર્ણા અચાનક જ શાંત થઈ ગઈ, અને ગરદન ઝુકાવીને