ધૂન લાગી - 10

  • 3.1k
  • 1.5k

જગતને નિંદ્રામાંથી જગાડવા માટે સૂર્ય આળસ મરડીને ઊગ્યો અને સમગ્ર વસુંધરા પર પોતાનો પ્રકાશ પાથર્યો. વૃક્ષોનાં કારણે મળતી શીતળતા અને પક્ષીઓનો મધુર કલરવ વાતાવરણને વધુ મનમોહક બનાવી રહ્યો હતો. આશ્રમનાં બધાં બાળકો ઊઠીને સ્કૂલે ચાલ્યાં ગયાં હતાં. અમ્મા અને અપ્પા પોતાનાં નિત્યક્રમ મુજબ, અખબાર અને પુસ્તક વાંચવામાં મશગૂલ હતાં. લાલ રંગનો અનારકલી ડ્રેસ પહેરીને, વાળ બાંધીને, પગમાં ઘૂંઘરું બાંધીને, "ધિ ન તા દા રે દા ની, ધિ ન તા દા રે દા ની, ધિ ન તા રા ધિ ન ધિ ન તા" સંગીત પર અંજલી પોતાની વિવિધ મુદ્રાઓ રજૂ કરીને ભરતનાટ્યમ્ કરી રહી હતી અને તેની શિષ્યાઓને શીખવી રહી હતી.