ધૂન લાગી - 9

  • 3.2k
  • 1.5k

"ચાલો બચ્ચાઓ! જમવાનું તૈયાર છે. બધાં હાથ-પગ ધોઈને આવી જાઓ." અંજલીએ ફળિયામાં રમતાં બાળકોને કહ્યું. પછી તે કરણ અને કૃણાલ પાસે ગઈ. "જમવાનું તૈયાર છે, તમે આવી જાઓ." અંજલીએ કહ્યું. "હા. ચાલો, ચાલો. આજે તો ખુબ ભૂખ લાગી છે." કૃણાલ બોલ્યો. બધાં જમવા માટે બેસી ગયાં હતાં. ત્યાં કરણ અને કૃણાલ પણ સાથે હતાં. બધાં બાળકોએ પહેલાં બે હાથ જોડીને, વેંકટેશ્વરાને 'થેન્ક્યુ' કહ્યું અને પછી જમવાનું શરૂ કર્યું. આ જોઈને કરણ અને કૃણાલને નવાઈ લાગી. "આશ્રમમાં રહેતાં આટલાં નાનાં બાળકો પણ સંસ્કારી હોઈ શકે છે, તે મને આજે ખબર પડી." કૃણાલ બોલ્યો. "જેમની પાસે જે ન હોય, એ જ વ્યક્તિ