ઇતિહાસનું એક ભુલાયેલું પ્રકરણ : સમ્રાટ હેમુ

  • 2.2k
  • 2
  • 818

“ મારો ! કાપો !” એવા અવાજો હજી પણ મારા કાનમાં ગુંજી રહ્યા છે. મારે અસંખ્ય કાન અને આંખ છે. મેં અત્યાર સુધી ઘટેલી દરેક ઘટના પોતાની આંખે જોઈ છે. હું ગતિમાન છું , શાશ્વત છું પણ ભૂલકણો નથી. કોઈ નહોતું ત્યારે પણ હું હતો અને કોઈ નહિ હોય ત્યારે પણ હું હોઈશ, કારણ હું સમય છું.             હું આજે તમને કહીશ ઇતિહાસનું એક એવું પ્રકરણ જે બહુ પ્રકાશમાં નથી આવ્યું. કોઈ વ્યક્તિને પૂછશો કે દિલ્હીનો આખરી મુઘલ સમ્રાટ કોણ હતો તો તેનો જવાબ આસાનીથી આપી દેશે પણ જો પૂછશો કે દિલ્હીનો આખરી હિંદુ સમ્રાટ કોણ હતો તો સાચો જવાબ