નિત્યા હજી ટેબલ પર જ બેસીને મનમાં હસી રહી હતી.કાવ્યા કોલેજ જવા માટે નીકળતી હતી. "નીતુ બાય,આઈ એમ ગોઈંગ ટૂ કોલેજ" નિત્યાએ કાવ્યાની વાત સાંભળી ન હતી તેથી એ કઈ બોલી નહીં.એટલે કાવ્યાએ નિત્યાની સામે જોયું તો એ હજી પણ એમ જ બેસીને શરમાતી હોય એમ હસી રહી હતી.કાવ્યાએ નિત્યાને આમ જોઈ એની આગળ જઈને કહ્યું,"ઓઓહોહોહોહો......,ચહેરે પે ક્યાં હસી ખીલી હૈ" આ સાંભળી નિત્યાની હસી ગભરાહટમાં ફેરવાઈ ગઈ અને નિત્યા બોલી,"ચૂપ,એવું કંઈ નથી" "તો આમ શું વિચારીને હસતી હતી?" "હું ક્યાં હસી" "જૂઠ બોલે કૌંઆ કાટે" "હું ક્યારેય જૂઠું નથી બોલતી" "હા,હો તું હસતી તો હતી"જસુબેન આવ્યા અને એમને કાવ્યાનો