ધૂન લાગી - 6

  • 2.8k
  • 1.5k

અનન્યા પૂજામાંથી ઊભી થઈને મંદિરમાંથી બહાર આવી ગઈ હતી. તે પોતાનાં ફોનમાં કોઈનો નંબર ડાયલ કરીને કોલ કરવાં લાગી. "હેલ્લો! તું ક્યાં રહી ગયો? હું મંદિરની બહાર આવી ગઈ છું. અનન્યા બોલી. "હું બસ પહોંચવા જ આવ્યો છું." સામેથી કોઈ યુવક નો અવાજ આવ્યો. "પણ આટલી બધી ભીડમાં હું તને ઓળખીશ કઈ રીતે?" "મેં રેડ શર્ટ અને વાઈટ ધોતી પહેરી છે." "શું? તે ધોતી પહેરી છે!" આમ કહીને અનન્યા હસવા લાગી. "અરે! હસે છે કે કેમ? આ મંદિરનો ડ્રેસકોડ છે, એટલે ધોતી પહેરી છે." "અરે હા, તું મને દેખાયો. જો મેં ઊંચો હાથ કર્યો છે." "હા, તું પણ મને દેખાઈ.