ખૂની ખેલ - 13

  • 2k
  • 1.1k

યોગી ઈશ્વરચંદનાં કહેવાં પ્રમાણે રીચલ એક ભયાનક છેલ્લી કક્ષાની પિશાચ હતી. તેને પાછી માણસ બનાવવી શક્ય નહોતી. અને તેનાં પંજામાંથી છૂટવું પણ અશક્ય નહોતું પણ સહેલુંયે નહોતું. જીએમે સૌથી વધુ સાવચેત રહેવાની જરૂર છે. તે ગમે ત્યારે પણ જો રીચલનાં સંપર્કમાં આવશે તો તે પાછાં પિશાચીવૃત્તિનાં અસર હેઠળ આવી જશે. જો તેમને ભૂલમાં પણ રીચલનો સંપર્ક થાય તો તેમણે પેલી ઈશ્વરની અને ૐની મૂર્તિ પોતાનાં હાથમાં રાખવી. જ્યાં સુધી રીચલનો નાશ ના થઈ જાય ત્યાં સુધી પેલી રાખ હંમેશ પોતાનાં શરીરે ચોપડી રાખવી અને તેમનાં ઘરની અંદરનાં મંદિરનાં એરીયામાં જ બેસી રહેવું. પોતાની ચોતરફ પવિત્ર પાણી છાંડ્યાં કરવું. નહીતર તેમને