"બાયોપોલર ડિસઑર્ડર." ડો.જતીન વિશ્વને સમજાવી રહ્યાં હતાં. "આ એક એવી માનસિક સમસ્યા છે કે જેમાં માણસ બાળપણ અથવા તરુણાવસ્થામાં બનેલ કોઈ અસામાન્ય ઘટના મન પર એટલી હાવી થઈ જાય છે કે તે આ બનાવને ભૂલી નથી શકતો. એ આ પરિસ્થિતિને જીવનભર પોતાની સાથે જોડી દે છે. જેને પરિણામે તે ક્યારેક તેને સંલગ્ન ઊભી થતી ઘટનાને પોતાની સાથે બનેલી વાત સાથે સરખાવીને દુઃખી થાય છે. એટલું જ નહીં તે દિશાશૂન્ય બનીને ગોલ નક્કી કરે છે. જેનાથી પોતાને કોઈ વ્યકિતગત ફાયદો ન થવાનો હોય તેવી વાતને લઈને તે પોતાની નકારાત્મક પ્રતિક્રિયા બતાવે છે. રાશિનાં કેસમાં પણ કંઈક આવું જ છે. તેની જિંદગીમાં