દશાવતાર - પ્રકરણ 39

(70)
  • 3.6k
  • 2
  • 1.9k

          બધી બસ તબાહ થયેલા શહેરમાં પહોંચી ગઈ હતી. અંધકારમાં માંડ દેખાતી ઇમારતોના રેખાચિત્ર પરથી બસ યોગ્ય અંતરે ઊભી રાખવામા આવી. બસ ઊભી રહેતાં એને અનુસરતા મશીનોના ડ્રાઇવરોએ પણ એંજિન બંધ કર્યા. એંજિનોના ધબકારા અને બ્રેકોની ચિચિયારી થોડીવાર હવામાં ફેલાઈ અને પછી ત્યાં નીરવ શાંતિ પ્રસરી ગઈ. હવે ત્યાં માત્ર હવાના સુસવાટા સિવાય કોઈ અવાજ નહોતો.            નિર્ભય સેનાનાયક ભૈરવના આદેશ પર મશીનોને બસોથી આગળ ખસેડવામાં આવ્યા અને મશીનો પર ગોઠવેલી ફોક્સ લાઇટો ચાલુ કરવામાં આવી. એક પળમાં એ જગ્યા પ્રકાશથી ઝળહળવા લાગી. એ ઉજાસમાં વિરાટે જોયું કે બસો એક અર્ધ ખંડેર