આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 22

  • 2.2k
  • 1
  • 1.1k

*.........*.........*.........*.........*" આ તારાં માટે.." આકાશે એક ગીફ્ટ બોક્સ આભા ને આપતાં કહ્યું." આકાશ, આપણે પહેલાં જ નક્કી કર્યું છે કે આ લગ્ન હું ફક્ત આકૃતિ માટે કરી રહી છું. તો પછી આ બધું શા માટે??" આભા ગુસ્સે થતા બોલી." હા મને ખબર છે. પણ મારા પરિવાર ને તો એ નથી ખબર ને? એ બધાં તો એવું જ વિચારે છે કે મને મારો પ્રેમ જીવનભર માટે મળી ગયો છે. જેને હું ચાહું છું એ મારી પત્ની અને આ ઘરની મોટી વહુ બની આવી છે. " આકાશે આભા ને શાંત કરતા કહ્યું." પણ..." " આભા... આપણે આ બંધ બેડરૂમમાં ભલે મિત્રો તરીકે