ડેરીમાં મશીનો ગોઠવાઇ ગયાં બધાને ઇલેક્ટ્રીક કનેક્શન આપી ચાલુ કરવાની તૈયારી પુરી થઇ ગઇ. એક પહેલો ટ્રાયલ લેવાનો હતો. દૂધમંડળીનું દૂધ આજથી ડેરીમાં ભરવાનું નક્કી થયું વસુધા, સરલા, ગુણવંતભાઇ, ભાનુબેન ભાવેશકુમાર બધાં હાજર હતાં. દિવાળી ફોઇ પણ આકુને નવા કપડા પહેરાવી સાથે આવેલ હતાં. સુરેશભાઇ અને એમની સહાયક ટીમ હાજર હતી ડેરીમાં તોરણ અને ફૂલોની સેરો લગાવી શોભાયમાન કરી હતી ગામની બહેનો, માતાઓ અને લખુભાઇ સરપંચ સાથે ઘણાં આગેવાનો યુવાનો વૃધ્ધો હાજર હતાં. રશ્મી, કાશી, ભાવના બધી સ્ત્રીઓ સહેલીઓ હાજર હતી. ગુણવંતભાઇનો ખેતરમાં નાનો મંડપ બાંધેલો હતો. ગેટ પર તોરણ અને ફૂલોની સેરો મૂકેલી હતી. વસુધાએ લાઉડસ્પીકર લગાવવાની ના પાડી