વસુધા - વસુમાં - પ્રકરણ-76

(25)
  • 3.3k
  • 2
  • 1.6k

લખુભાઇ ઘરમાંથી નીકળ્યાં અને કરસન દોડતો ઘરમાં આવ્યો. એણે બૂમ પાડીને કહ્યું.. ‘ભાભી…, કાકા પેલા મશીનો આવી ગયાં છે ખેતરે પણ દરવાજાની બહાર ટ્રક ફસાઇ છે મેં બુધાને કહ્યું છે તું પૂળા ખાલી કરીને ટ્રેકટર લઇને આવ.. હું પ્રયાસ કરુ છું ટ્રક બહાર નીકળી જાય. કાકા ચાલો ખેતરે...” વસુધા વાડામાં હતી એ સાંભળ્યુ નહીં ગુણવંતકાકા છાપુ બાજુમાં મૂકીને ઉભા થઇ ગયાં. એમણે બૂમ પાડીને કહ્યું “ભાનુ હું ડેરીએ જઊં છું મશીનો આવ્યાં છે વસુ સરલા અને ભાવેશકુમારને કહે છે ડેરીએ આવે.” સરલા અને ભાવેશકુમાર ઉપર રૂમમાં હતા.. સરલાએ બૂમ સાંભળી એણે ભાવેશને કહ્યું “ “મને ઉઠવા દો પાપા બૂમ પાડે