વસુધા - વસુમાં - પ્રકરણ-75

(28)
  • 3k
  • 3
  • 1.5k

ગુણવંતભાઇએ ઉભા થઇને લખુભાઇ ચૌધરી સરપંચને ઘરમાં આવકારતાં કહ્યું ‘આવો આવો લખુભાઇ ધન્યઘડી આપ પધાર્યા.” લખુભાઇએ કહ્યું “ધન્ય ઘડી તો તમને ફળી છે ગુણવંતભાઇ આવી ગુણીયલ વહુ દીકરી જેવી મળી છે.” ‘તમારાં ખેતરમાં ડેરીનું કામ ચાલુ છે જોવા ગયેલો જોઇને ખૂબ આનંદ થયો ખૂબ સુવિધાયુક્ત અને આધુનીક બનાવી રહ્યાં છો... ગામનાં લોકો પણ જોઇને ખૂબ ખુશ છે તમારી રંગત અને વસુધાનો સંકલ્પ જરૂર ખૂબ સારું પરીણામ લાવશે. મારાં આશીર્વાદ છે એને.” “ગુણવંતભાઇ હું ખાસ બે વાત માટે આવ્યો હતો” એમ કહી ગંભીર થઇ ગયાં. ગુણવંતભાઇએ પૂછ્યું “બોલોને સરપંચ શું વાત છે ?” લખુભાઇએ કહ્યું “આપણી દૂધમંડળી ની ચેરમેન વસુદીકરી થઇ