ધૂન લાગી - 4

  • 2.6k
  • 1.7k

"અંજલી અક્કા...! જમવાનું જલ્દી બનાવોને ખૂબ ભૂખ લાગી છે." વિજય ખૂબ લાડથી બોલ્યો. "અરે! અરે! આજે વિજય મહારાજ મારાં પર કેમ આટલાં મહેરબાન થયાં છે?" અંજલીએ પૂછ્યું. "અક્કા..! તમે સમજી જાવ ને. મહારાજે આજે પણ હોમવર્ક નથી કર્યું, એટલે હવે ડાયરીમાં તમારી સિગ્નેચર કરાવવાં આવ્યાં છે." આટલું બોલીને અનન્યા હસવાં લાગી. આ સાંભળી વિજય પણ નીચું મોં રાખીને હસવાં લાગ્યો. "ચાલો, પહેલા જમી લઈએ. પછી તને હું સિગ્નેચર કરી આપીશ." આમ બોલીને અંજલી જમવાનું લઈ હોલમાં મૂકવાં લાગી. બધાં વેંકટેશ્વરાને થેન્ક્યુ કહીને જમવા લાગ્યાં. "અરે હા! યાદ આવ્યું જો." અમ્મા બોલ્યાં. "શું યાદ આવ્યું, અમ્મા?" અંજલી બોલી. "આજે સવારે જ્યારે