ડાયરી - સીઝન ૨ - જિંદગીની ચૂંટણી

  • 2.6k
  • 1.2k

શીર્ષક : જિંદગીની ચૂંટણી ©લેખક : કમલેશ જોષીપ્રાથમિકમાં ભણતાં ત્યારે પર્યાવરણના શિક્ષક અમને શીખવતા કે મુખ્ય ત્રણ ઋતુઓ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસુ. એ માંડ યાદ રહેતી ત્યાં ગુજરાતીના શિક્ષક અમને છ ઋતુઓ (પેટા ઋતુઓ) ગણાવતા. હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. પણ તમને ખબર છે ગુજરાતમાં અત્યારે કઈ ઋતુ ચાલે છે? શેરીઓમાં અને ઓફિસોમાં પૂછો તો તમને ઉપરની કાયદેસરની ત્રણ વત્તા છ એમ કુલ નવમાંથી એકેય જવાબ ન મળે. જવાબ મળે. અત્યારે ચૂંટણીની મોસમ ચાલુ છે. ભલભલા પર્યાવરણવિદો ગોથું ખાઈ જાય એટલી બધી સિલેબસ બહારની ઋતુઓ બજારમાં ચાલતી હોય છે: લગ્નની મોસમ, એડમિશનની મોસમ, માર્ચ એન્ડીંગની મોસમ.. જેમ