સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-49

(50)
  • 4.3k
  • 6
  • 2.6k

અઘોરી ગુરુએ ત્રાડ પાડીને મોટેથી કહ્યું “હું ચંબલાથ છું અઘોરીઓનો અઘોરી તું મારી શિષ્યા થઇ પણ અઘોર પણું પચાવી ના શકી. અમારાં અઘોરતંત્ર મંત્રનાં અભ્યાસ પછી પણ તું તારાં ગુરુની આ અઘોરનાથ ચંબલનાથને વાસનાભર્યો ઠેરવ્યો. તને આની આકરી સજા આપવાનો વિચાર હતો.” “તું કહી રહી છે કે 12 કલાકમાં પાછી આવીશ”. પછી એમણે વિકૃત ખડખડાટ હાસ્ય કર્યું એનાં પડધા આખી ગુફામાં પડી રહ્યાં હતાં. સાવી આ બધાથી પરિચિત હોવા છતાં ગભરાઇ ગઇ આવા પ્રચંડ અટ્ટહાસ્ય પાછળ કોઇ ભેદ કોઇ સંકેત હોય છે એ સમજી ગઇ એ હાથ જોડીને વિનવવા લાગી બોલી "હે અઘોરીઓનાં અઘોરી ગુરુદેવ મહાન ચંબલનાથ આ તમારી દાસીને