વારસદાર - 79

(68)
  • 4.7k
  • 4
  • 3.3k

વારસદાર પ્રકરણ 79"અને હા, કાલે રાત્રે ટ્રેનમાં અચાનક ખાર રોડ કેમ ઉતરી ગયો ? તું તો બોરીવલી જવાનો હતો ને ! " મંથને હસીને પૂછ્યું. નૈનેશ તો આભો બનીને મંથન સામે જોઈ જ રહ્યો !!! નૈનેશ ખરેખર તો બોરીવલી જવા માટે જ નીકળ્યો હતો. પરંતુ બાંદ્રા ક્રોસ કર્યા પછી અચાનક જ એનો વિચાર બદલાઈ ગયો અને એ ખાર રોડ ઉતરી ગયો. કોઈ અદ્રશ્ય શક્તિ એને જૂહુ તારા રોડ ઉપરના બંગલા તરફ ખેંચી ગઈ હતી. મંથને જ્યારે નૈનેશને હોસ્પિટલમાં આ સવાલ પૂછ્યો ત્યારે નૈનેશ ખરેખર આશ્ચર્યચકિત થઈ ગયો. એને સમજાયું નહીં કે પોતે બોરીવલી જવાના બદલે અચાનક ખાર રોડ ઉતરી ગયો