વારસદાર - 78

(72)
  • 4.9k
  • 6
  • 3.3k

વારસદાર પ્રકરણ 78નૈનેશ ઝવેરીએ પોતાના પિતા ઉપર લાયસન્સ વાળી પિસ્તોલથી ગોળી છોડી અને તલકચંદ નીચે પછડાઈ ગયા. પિસ્તોલ ચલાવવાની નૈનેશને કોઈ પ્રેક્ટિસ તો હતી જ નહીં એટલે આડેધડ છોડેલી ગોળી તલકચંદના ડાબા હાથના ઉપરના ભાગે ઘસરકો કરી ગઈ. સદનસીબે હાડકાને કોઈ ઇજા ના થઈ. છતાં તલકચંદથી ચીસ પડાઈ ગઈ અને ગોળીના ધક્કાથી નીચે પછડાયા. ગોળી વાગ્યા પછી બે ઘટનાઓ એક સાથે બની. પિસ્તોલનો ધડાકો સાંભળીને રસોઈ કરતા મહારાજ અને નોકર બંને ડ્રોઈંગ રૂમમાં દોડી આવ્યા. સજાગ નોકરે તરત એમ્બ્યુલન્સ માટે ફોન કર્યો. થોડીક જ વારમાં એમ્બ્યુલન્સ આવી ગઈ. તલકચંદ વેદનાથી કણસી રહ્યા હતા પરંતુ ભાનમાં હતા. એમણે નોકરને મંથન મહેતાને