હું કોણ છું?

  • 3.7k
  • 1
  • 1.4k

કોઈ પૂછે કે તમે કોણ છો ? તો આપણે તરત જ બોલી ઉઠીએ, ‘હું ચંદુલાલ છું.’ (પોતાનું નામ) પણ શું ખરેખર આપણે ચંદુલાલ છીએ ? ખરેખર ‘શું ચંદુલાલ હું છું કે ચંદુલાલ મારું નામ છે ? આ તો ઓળખવા માટે આપેલું નામ છે. પણ આપણે શું એને ઓળખપત્ર પૂરતું જ રાખીએ છીએ કે ખરેખર ‘હું ચંદુલાલ છું’ એમ જ માનવા મંડી પડીએ છીએ ? એ તો ક્યારે ખબર પડે કે કોઈ ચંદુલાલને ગાળો આપવા માંડે ને તો તરત જ મહીં ઊંચું નીચું થઈ જાય કે હેં, મને ગાળો આપે છે ? માટે ઓળખપત્ર પૂરતું જ નહીં પણ ‘હું જ ચંદુલાલ