વારસદાર - 77

(69)
  • 4.9k
  • 2
  • 3.4k

વારસદાર પ્રકરણ 77મંથનને બીજા કોઈ સવાલો તો હતા જ નહીં. જે જિજ્ઞાસા હતી એ એણે સુજાતા દેસાઈના આત્માને પૂછી લીધી હતી. "બસ મારે આટલું જ જાણવું હતું. તમે મારા માટે ખાસ સમય કાઢ્યો અને મને મળવા માટે આવ્યાં એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. " મંથન બોલ્યો" સમય કાઢવાનો તો સવાલ જ નથી. અહીં તો અમારી પાસે સમય જ સમય છે. મેં તમને કહ્યું તેમ અમારી અહીં કેટલીક મર્યાદાઓ હોય છે. તમારી સાથે જેમ વાત કરી એમ પૃથ્વીલોકના વ્યક્તિઓ સાથે અમે વાત કરી શકતા નથી. તમારા ગુરુજીની શક્તિઓના કારણે જ મારા ગાઇડે મને પરમિશન આપી છે." સુજાતા બોલી. "તમારે તર્જનીને