વારસદાર - 76

(75)
  • 4.9k
  • 7
  • 3.6k

વારસદાર પ્રકરણ 76જમવા માટે એક પછી એક જે આઈટમો કેતા અને શીતલ પીરસતી ગઈ એ જોઈને જમવા બેઠેલાં ચારેય જણાં આશ્ચર્યચકિત થઈ ગયાં !! શિખંડ, પૂરી, કાચા કેળાંનું ભરેલું શાક, કોબીજ નો સંભારો, મગની લચકો દાળ, ખાંડવી, દહીંવડાં, કઢી ભાત અને ચોખાના તળેલા પાપડ. " અરે બેટા આ ઉંમરે આટલો બધો શિખંડ ના હોય. થોડો ઓછો કરી દે. અને મારા માટે આટલી બધી મહેનત કરવાની હોય ? " તલકચંદ બોલ્યા. "પપ્પા કેટલા વર્ષો પછી તમે અમને મળ્યા છો ? અને આજે દરેક વસ્તુ ઘરે બનાવેલી છે. કોઈપણ આઈટમ બહારની નથી. અને શિખંડ તો કેતાદીદી ની સ્પેશિયાલિટી છે. એમણે જાતે બનાવેલો