વારસદાર - 72

(67)
  • 5k
  • 7
  • 3.3k

વારસદાર પ્રકરણ 72મૃદુલામાસી, કેતા અને શીતલ ત્રણેય કન્વીન્સ થઈ ગયાં એટલે તલકચંદને અદિતિ ટાવર્સમાં લઈ આવવાનું કામ મંથન માટે સહેલું થઈ પડ્યું. મંથનને બીજાં પણ ઘણાં કામ હજુ કરવાનાં હતાં એટલે હાલ પૂરતું આ કામ થોડા દિવસો માટે એણે પેન્ડિંગ રાખ્યું. મંથને લોક કલ્યાણ માટે *મંથન મહેતા સેવા મિશન* નામની સંસ્થાની રચવા કરવાનું નક્કી કર્યું હતું એટલે એ નામનો રબર સ્ટેમ્પ બનાવીને પ્રોપરાઇટર તરીકે પોતાની બેંકમાં એણે એક ખાતું ખોલાવ્યું અને પચાસ કરોડ જેટલી રકમ એમાં ટ્રાન્સફર કરી. મંથનના પોતાના ખાતામાં કરોડો રૂપિયા હતા અને એ રેગ્યુલર ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરીને બહુ મોટો ટેક્સ ભરતો હતો એટલે એને આ સંસ્થામાં