એક ચાહત એક ઝનૂન - ભાગ 14

  • 2.5k
  • 1.3k

સતત ત્રણ દિવસ સુધી રાશિએ પ્રવેશ સાથે આવું નાટક ચાલુ રાખ્યું. સવારના ઓફિસ ચાલુ થાય ત્યાં જ થોડીવારમાં વિશ્વની એન્ટ્રી થઈ જતી. ક્યારેક તો બંને સાથે જ ઓફિસે આવતાં અને પોતાનાં સ્વભાવથી વિરુદ્ધ રાશિ ઘણીવાર ઈરાદાપૂર્વક ઓફિસે અડધી કલાક મોડી પણ આવવા લાગી. ત્યાર પછી બંને કલાકો સુધી કેબિનમાં વ્યસ્ત રહેતાં. વિશ્વ તે દરમિયાન રાશિની વધુને વધુ નજીક આવવાની કોશિશ કરતો. જ્યારે રાશિ એક સલામત અંતર રાખીને વિશ્વને અવઢવમાં રાખતી. તો વળી આ તરફ પ્રવેશને ઉશ્કેરવાનો પૂરો પ્રયત્ન પણ કરતી. જાણી જોઈને પ્રવેશને અમુક સમયે કેબિનમાં બોલાવતી પણ ખરા અને મિત્રને બદલે માત્ર કર્મચારી હોય તેવું વર્તન કરી પ્રવેશને બાળવાનો