‘અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 23-24

  • 2.9k
  • 1.3k

23  ચેન્નઈના અમારા સાથીઓએ સામાન બાંધી લીધો છે. પંઢરપૂરવાળા મહારાજજી પણ અહીંથી જ વિદાય થઈ જશે. જોઉંછું રૂપાના ફિલ્મવાળા સાથીઓ પણ પાછા ફરવા તૈયાર ઉભા છે.... અરે, આમને શું થયું ? કાલ સુધી તો આ બધાં ઉત્સાહી હતા ? આ એક રાતમાં શું થઈ ગયું ? -     નહીં, નહીં, હવે નિકળીશું. મિસ્ટર બાબુ કહે છે, પરમ દિવસથી બેંગલોરમાં શૂટિંગ પણ નક્કી કરી રાખ્યું છે. એ તો એમને ગઇકાલે પણ ખબર હતી. આજે અચાનક શું થઈ ગયું ? -     સાઠ ટકા યાત્રા તો થઈ જ ગઈ છે.... આટલું પૂરતું છે ? માનસરોવર સુધી આવી ગયા, તો કૈલાસ નહીં જાય ? (જે