સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-47

(53)
  • 4.3k
  • 5
  • 2.6k

સોહમ ઓફીસ પહોંચ્યો. પહોંચતાજ એને સમાચાર મળી ગયા કે એને એનો બોસ યાદ કરે છે અને ખૂબ ગુસ્સામાં છે. સોહમને આશ્ચર્ય થયું એ પહેલાંજ એનાં બોસની ચેમ્બરમાં ગયો. બોસે સોહમને જોતાંજ કહ્યું “યસ સર પ્લીઝ કમ એન બી સીટેડ.” સોહમને નવાઇ લાગી એણે પૂછ્યું “બોસ કેમ આમ શું થયું ?” બોસે થોડી નરમાશથી બોલતાં કહ્યું "સોહમ તમારી આ ફાઇલ એમાં તમે જે પ્રોજેક્ટ રીપોર્ટ આપેલો એ પછી એમાં કોઇ અપડેટ નથી કોઇ ડીટેઇલ્સ નથી આપી અમારે કામ કેવી રીતે કરવું ? બે દિવસથી તારાં ઓફીસમાં આવવાનાં ઠેકાણા નથી. તારુ કોઇ કામ દેખાતું નથી શું ચાલી રહ્યું છે ?” બોસે પહેલાં