વાધીદેવ મહાદેવ અને માં પાર્વતીજીને ત્થા શેષનારાયણ ભગવાનને અર્ધ્ય આપવા પછી મુખ્ય પૂજાનું સમાપન થયું બધાં વિશ્રામની સ્થિતિમાં આવી ગયાં. સૂરમાલિકા બહેને કહ્યું “આવો આપણે ત્યાં બેસીને વિશ્રામ કરીએ.” બધી સ્ત્રીઓ ઉઠીને થોડેક દૂર સોફા મૂકેલાં ત્યાં જઇને બેઠી. દેવની નજર દેવમાલિકા તરફ ગઇ. દેવમાલિકાએ દેવ અંગે જાણ્યાં પછી એને અંદરને અંદર કંઇક હલચલ મચી હતી એણે આકાંક્ષાને બોલાવી. દેવમાલિકા એ કહ્યું આકાંક્ષા અહીં આવો આપણે પાછળ બગીચા તરફ ટહેલીએ અને એકબીજાનો પરિચય લઇએ. આકાંક્ષાએ કહ્યું “હાં ચાલો.”. પછી એ અટકી અને દેવ તરફ જોઇને કહ્યું “ભાઇ અહીં આવો દેવમાલિકા સામે જોઇ કહ્યું “ભાઇ અહીં એકલા બોર થશે એમને સાથે