વસુધા - વસુમાં - પ્રકરણ - 72

(25)
  • 3.1k
  • 2
  • 1.6k

કાળીઓ આણંદની જેલમાં એનાં બાપા અને અન્યને મળવાં મુલાકાત ખંડમાં પ્રવેશ્યો પછી એણે જોયું જાળી પાછળ એનાં બાપા ભુરા ભરવાડ ઉભા છે એ નજીક ગયો. એણે પૂછ્યું “બાપા કેમ છો ?” ભુરા ભરવાડે કહ્યું “અહીં કેવા હોઇએ ? અહીંથી છુટીએ પછી...” ત્યાં કાળીઓ બોલ્યો “બાપા સમજું છું આપણે તો સીમમાં ને બધે આઝાદ ફરવાવાળા આવું કેમ ગોઠે ? પણ બીજા કાકાઓ ક્યાં છે ?” ભુરાએ કહ્યું “બધાં અમે એકજ કોટડીમાં છીએ એવું ગંદુ પાણી જેવુ ખાવાનુ ગળે નથી ઉતરતું તું કંઇ લઇ આવ્યો છે ?” કાળીયાએ કહ્યું “હું ઘણું બધું લઇ આવેલો તમારું ભાવતું બધુ.. પણ મને અંદર લાવવા ના