સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -46

(60)
  • 4.6k
  • 5
  • 2.6k

સાવી પસ્તાવામાં આંસુ સાથે ગુરુ સામે ઉભી રહી હતી એની શક્તિઓ કુંઠીત થઇ ચુકી હતી એ હવે અધૂરી અઘોરણ હતી એ ગુરુ સામે જ જોઈ રહી હતી પછી એણે અન્વીનાં શબ તરફ જોયું અને બોલી “દેવ મારાંથી જે થયું એ હવે સુધરવાનું નથી મારી શિષ્યા તરીકે તમને જે દક્ષિણા આપવાની છે એ વિધી પુરી કરાવો.” “ગુરુજી હું જાણું છું હું બધું ગુમાવી ચુકી છું મારો પ્રેમ, મારો રોબ, મારુ ચરિત્ર, મારાં ઉપર લૂંટાઈ ગયાનાં ઘા તાજા છે હું મારાં પ્રેમીને લાયક નથી રહી આ શરીર પણ પેલાં નરાધમથી ચૂંથાયું ચોળાયું અને લૂંટાયું છે હું ક્યાંયની નથી રહી...” “ગુરુજી તમે પૂછ્યું