ધ સ્કોર્પિયન - પ્રકરણ -62

(59)
  • 4.2k
  • 4
  • 2.3k

દેવનાં ગળામાં એની માં અવંતિકા રોયે મોતીની માળાજ પહેરાવી દીધી. દેવ જોઈને ખુશ થતાં બોલ્યો "માં તમે આ માળા પહેરાવી મારો આખો દેખાવ બદલાઈ ગયો તમે હમણાંજ ક્યાંથી લાવ્યા ? " માં એ કહ્યું "મારાં દેવ હું ઘરેથીજ લઈને આવી હતી આવાં રૂડાં અને પવિત્ર પ્રસંગમાં જવાનું હતું અને હું તો તારાં માટે મારો ગમતો સીલ્કના ધોતી કુર્તાનો સેટ પણ લાવી લાવી હતી પણ અહીં રુદ્રજીએ બધી તૈયારી આપણાં માટે કરી હતી તેથી એમનું માન રાખવાં એમનો આપેલો ડ્રેસ તને પહેરવા દીધો.""દેવ મને થાય છે આ માણસો આપણાં માટે ઝીણી ઝીણી ચીવટ રાખી એનો મને આનંદ છે અને નવાઈ પણ