એક ચાહત એક ઝનૂન - ભાગ 13

  • 2.6k
  • 1.3k

વિશ્વ અને રાશિ વાતોમાં વ્યસ્ત બન્યાં. પહેલા એકબીજા સાથે પોતપોતાની ઔપચારિક વાતો ચાલુ રાખી પછી આચાર્ય પ્લાસ્ટોની હાલની પરિસ્થિતિ અને ભવિષ્યના વિકાસ વિશેના રાશિના વિચારો વિશ્વ પાસે જાહેર કર્યાં. આગળ ઉપર આચાર્ય પ્લાસ્ટોની અન્ય શહેરમાં પણ બ્રાન્ચ અને ફેક્ટરીનાં ડેવલપમેન્ટ માટે કેટલીય ચર્ચા વિચારણાઓ બંને વચ્ચે થઈ. ધંધાકીય બાબતોની વિશ્વની સુઝ જોઈ રાશિ તેનાથી ખાસ્સી પ્રભાવિત થઈ ગઈ. વળી વિશ્વ તો આ બ્યુટી વિથ બ્રેઇનનાં પ્રભાવમાં ફક્ત તસવીર જોઈને જ હતો અને હવે તો તેણે નક્કી કર્યું કે જો લગ્ન કરીશ તો રાશિ સાથે! બાકી બીજી કોઈ સ્ત્રી હવે વિશ્વનાં મનોવિશ્વમાં પ્રવેશ નહીં કરી શકે. વિશ્વએ એ પણ નોંધ્યું કે