“પપ્પા, મમ્મી ને આજે પણ સાથે લઈ ને ના આવ્યા ?” સાડા 3 વર્ષ ની મોક્ષા ની આંખો માં નિરાશા ડોકું કરી રહી હતી. “બેટા, મમ્મી ને હવે જલ્દી થી સાથે લઈને આવીશ.” વિશેષ ના અવાજ માં હવે ઉત્સાહ નો વ્યાપ હતો. ******************************** નૈયા ના ગાલ પર ની લાલીમા આજે વધારે નીખરી રહી હતી, હ્રદય માં ખુશી ની લહેરખીની દોડાદોડ એ સ્પષ્ટ અનુભવી રહી હતી, કેમ કે મમ્મી પપ્પા ના મોં એ વિશેષ ના ખૂબ જ વખાણ સાંભળ્યા હતા અને આજે વિશેષ નૈયા ને જોવા આવી રહ્યો હતો. નૈયા ના મમ્મી અને પપ્પા બંને ને વિશેષ માટે