જોગિંગ માટે પછીથી કાયમ પ્રવેશને મળવું એ રાશિનો નિયમ બની ગયો. પ્રવેશ ચાહીને પણ રાશિને ટાળી ન શકતો. એ ઉપરાંત પણ ઓફિસ અવર દરમ્યાન રાશિનું ગમે ત્યારે આવી પડતું કહેણ પ્રવેશને તેની આસપાસ રહેવા મજબૂર કરી દેતું. ઘણા વખતથી તૃષા સાથે કોઈ વાતચીત ન થઈ હતી પણ પ્રવેશ એક તરફ રાશિનાં વિચિત્ર બદલાવથી કંઈક અંશે પરેશાન હતો. તે રાશિનાં પોતાના તરફના ઝુકાવની નોંધ લઈ રહ્યો હતો. તેને એ વિચારથી પણ પરેશાની થતી કે જો ખરેખર રાશિ સાથે પોતાના પ્રત્યે આકર્ષાય હોય તો પણ પ્રવેશની મુસીબત વધવાની છે, અને જો રાશિ કોઈ કારણથી એટલે કે કોઈ ખાસ કારણથી આ વર્તન કરી